Unseasonal Rain Live Updates: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો

gujarati.abplive.com Last Updated: 24 Mar 2023 02:10 PM

બ્રેકગ્રાઉન્ડ

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલા, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તાલાલાના ધાવા, આકોલવાડી, સુરવા, જાવંત્રી ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો...More

આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે. સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે