Gujarat Weather:  હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.


અમરેલીમાં આજે માવઠું


અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે. ધારીના નાગધ્રા અને આસપાસના ગામોમાં માવઠાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે.


કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન


સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રવિ પાકમાં સતત ત્રીજી વખત નુકસાન થયું છે. હજી સુધી ખેડૂતોને એક પણ રૂપિયો સહાય મળી નથી. ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં નુકસાન થયું છે.

કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખીયાએ કહ્યું, અઢી વર્ષમાં સાત વખત કમોસમી વરસાદ વરસ્યો, મુખ્યમંત્રી સહાયમાંથી ખેડૂતને એક રૂપિયો પણ નથી ચૂકવાયો. સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે.


જામનગર શહેરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો છે. વતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થયો છે. શહેરના ટાઉનહોલ, બેડીગેટ,લાલબંગલા સહિતના વિસ્તારોમાં વરસાદ છે.


માવઠા બાદ ઈયળોના ત્રાસથી ખેડૂતો પરેશાન


રાજ્યભરમાં એક તરફ માવઠાનો માર યથાવત છે અને બીજી તરફ ફરી એકવાર કુદરતી આફતનો ખેડૂતો શિકાર બની રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર પંથકના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે કાંકરેજના નાણોટા સહિત દિયોદર પંથકના સોની,ઓઢા,ધનકવાડા,ફોરણા સહિતના ગામોમાં ઈયળના ત્રાસ ખેડૂતો પરેશાન બન્યા છે એરંડા, રજકો તમાકુ સહિતના પાકોમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો છે એરંડાના ઉભા પાક માં ઈયળના ઝુંડ દેખાતા એરંડાનો પાકને અને પાનને ખઈ ઉત્પાદન ઘટાડતા ખેડૂતો મસ મોટું નુકસાન બેઠવું પડે છે ખેડૂતોની માંગ છે કે ત્વરિત સરકાર દ્વારા આ ઇયળોની નાશ કરવામાં આવે અથવા તો દવાનો છંટકાવ કરી ઇયળો ના ઉપદ્રવને ઘટાડવામાં આવે તો ક્યાંક ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે.