ધારી પંથકમાં કેટલાક ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ધારીના સુખપુર, કાંગસા,ગોવિંદપુર દલખાણીયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. સતત ચોથા દિવસે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે આ પંથકમાં કેસર કેરીના પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
અંબાજીના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવ્યો છે. પલટો આવતા પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. આખા દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
રાજકોટ સતત ચોથા દિવસે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
અમરેલી જિલ્લાના વડિયાના કેટલાક ગામોમા કરા સાથે વરસાદ વરસ્યો છે. અરજણસુખ,રામપુરમા ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ છે.