કચ્છના જખૌમાંથી પકડાયેલા 280 કરોડના હેરોઇનનું દિલ્લી બાદ યુપી કનેક્શન નીકળ્યું છે. જખૌની દરિયાઈ સીમાંથી પકડાયેલ 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હી NCB અને ATSના સંયુક્ત ઓપરેશનમાં દિલ્લીથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જેમાં મુઝફરનગરની એક ફેક્ટરીમાંથી 35 કિલો ડ્રગ્સ મળી આવ્યું.જે મામલે દિલ્લી NCB એક ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.અન્ય બે આરોપીને ગુજરાત ATS ભુજ કોર્ટમાં લાવી રિમાન્ડ મેળવ્યા છે.
આરોપી આ હેરોઇન દિલ્લી મોકલવાના હતા
ગુજરાત ATSની ગિરફતમાં રહેલ પાકિસ્તાનીઓ અલહજલ બોટમાં 280 કરોડનું હેરોઇન જથ્થો લઈ આવ્યા હતા.જે હેરોઇનનો જથ્થો પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો. જે દરિયાઈ સીમામાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઉતારી બાય રોડ દિલ્લી મોકલવાના હતા.હેરોઇનો જથ્થો દિલ્હીનો હૈદર રાજી રિસીવ કરવાનો હતો.જેથી ગુજરાત ATS અને દિલ્હી NCB સંયુક્ત ઓપરેશનથી હૈદર રાજીની મુઝફરનગરમાં આવેલી ફેક્ટરીમાં દરોડા પાડી 35 કિલો ડ્રગ્સ પકડયું.
મુઝફરનગરમાંથી બાદ ઇમરાન આમીર,અવતારસિંહ અને અબ્લુદ ખાલીકની ધરપકડ કરવામાં આવી છે.ફેકટરીમાં મળી આવેલ ડ્રગ્સ બાબતે દિલ્હી NCB ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે ત્યારે અન્ય બે આરોપી ભુજ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે.
8 આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર
હેરોઇન જથ્થો લઈ આવેલા 9 પાકિસ્તાની બોટ લઈ ભાગવા જતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી..જેમાં એક આરોપીને ગોળીથી ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે પરંતુ અન્ય 8 આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર છે.
અલગ અલગ એજન્સીઓ તપાસમાં લાગી
ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ હેરોઇન જથ્થો દિલ્લીના હૈદર રાજીન મોકલવાનો સોદો કર્યો હતો. જે હેરોઇન મટિરિયલ ફોર્મમાં હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હતો લઈ અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સ લઈ પાકિસ્તાની કનેક્શન સામે આવતા જ અન્ય એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.ત્યારે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મુસ્તુફા અગાઉ ભારતમાં ક્યાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.