કચ્છઃ કચ્છના જખૌ બંદર પરથી ઝડપાયેલા 280 કરોડ ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીની સંડોવણી બહાર આવી છે. ગુજરાત ATSની ટીમે દિલ્હીના ફાર્મ હાઉસ પરથી એક અફઘાની અને એક ભારતીયને ઝડપી પાડ્યા હતા. બંન્ને આરોપીઓને ભૂજ કોર્ટમાં આજે ATS દ્વારા રજૂ કરવામાં આવશે.


દિલ્હીમાંથી રાજી હૈદર, ઈમરાન આમીરની ધરપકડ કરાઈ છે. તો અવતારસિંહ અને અબ્લુદ ખાલીક નામનાં શખ્સની પણ ધરપકડ થઈ છે. હૈદર રાજીનાં કબ્જામાં વધુ 35 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. બે આરોપી અવતારસિંહ અને અબ્લુદ ખાલીકને ભૂજ કોર્ટમાં લઈ જવાશે. આ કાર્યવાહી બાદ ડ્રગ્સ પ્રકરણમાં વધુ કેટલાક આરોપી ઝડપાઇ શકે તેવી શક્યતા છે. ગઈકાલે ATSએ 9 આરોપીને ભૂજની NDPS કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેઓને 9 દિવસના રિમાન્ડ મોકલવામાં આવ્યા છે.


નવી દિલ્હીઃ વૉટ્સએપ વાપરનારાઓને થશે કમાણી, બસ કરો આ કામ નવા ફિચરથી તમને મળશે પૈસા


આગામી દિવોસમાં વૉટ્સએપ વાપરનારાઓ માટે એક ખાસ લાભ થવાનો છે, આ લાભ પૈસાનો છે, કેમ કે કંપની હવે ટુંક સમયમાં એક ખાસ ફેસિલિટી આપવા જઇ રહી છે જેનાથી તમને પૈસા મળશે. 


વૉટ્સએપ બહુ જલ્દી પેમેન્ટ સર્વિસનો વ્યાપ વધારવા કેશબેક રિવોર્ડ રિલીઝ કરવા જઇ રહ્યું છે. આ ફિચર પર કંપની છેલ્લા કેટલાય દિવસોથી ટેસ્ટિંગ કરી રહી છે. 


રિપોર્ટ પ્રમાણે Google Pay અને PhonePe જેવી પેમેન્ટ એપ્સને ટક્કર આપવા માટે વૉટ્સએપ પેમેન્ટ પર આ કેશબેક સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. વૉટ્સએપને ભારતમાં 100 મિલિયન યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપવા માટે મંજૂરી મળી ગઈ છે, આવા સમયે આ સ્કીમ ભારતીયો માટે ખાસ ઉપયોગી અને કામની સાબિત થઇ શકે છે. 


વૉટ્સએપની આ કેશબેક ઓફર સ્કીમ આગામી મે મહિનાના અંત સુધીમાં શરૂ કરી શકે છે. આમાં યુઝર્સને વૉટ્સએપ પેમેન્ટ સર્વિસ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર 33 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. એટલે કે, આ માટે તમારે વૉટ્સએપ UPI સેવાનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરવું પડશે.