Uriya Khatar Scandal News: ગુજરાતમાં યૂરિયા ખાતરનું કાળાબજાર સતત મોટુ થઇ રહ્યું છે. હાલમાં જ પાટણમાંથી એસઓજી પોલીસ ટીમે એક મોટા કૌભાંડને ઝડપી પાડ્યુ છે. શહેરમાંથી બારોબાર વેચાણ થતી યૂરિયા ખાતરની 562 બેગ અને સાથે ચાર આરોપીઓને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

Continues below advertisement


મળતી માહિતી પ્રમાણે, આજે પાટણ જિલ્લામાંથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના સામે આવી છે. પાટણમાંથી યૂરિયા ખાતરનું બારોબાર થતું મોટુ કારોબાર ઝડપાયુ છે, હારીજમાં ગેરકાયદે રીતે યૂરિયા ખાતરનું વેચાણ થતુ હતે જગ્યાએ અચાનક SOG પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન એસઓજી પોલીસે 562 થેલી યૂરિયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. હારીજમાં શ્રી સિધ્ધેશ્વરી જીનિંગ કંપનીના ગોડાઉનમાં આ યૂરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે SOG પોલીસની ટીમે ગેર કાયદેસર રીતે યૂરિયા ખાતરનું વેચાણ કરતાં 4 ઇસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 


પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલા દરોડામાં 562 થેલી યૂરિયા ખાતર, આઈસર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 11 લાખ 62 હજાર 294 ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. 



Patan: યૂરિયા ખાતરના કાળાબજારનું કૌભાંડ ઝડપાયુ, SOG પોલીસે 562 બેગથી ભરેલી આઇશર સાથે 4ને પકડ્યા


જેની સામે ફરિયાદ દાખલ થઇ છે તે આરોપીઓ - 
1, બારોટ ચેતનભાઈ, ગોડાઉન માલિક
2, મુંજીબુર રહેમાન ઉસ્માન, યૂરિયાનો જથ્થો વેચનાર
3. દેસાઈ ભીખાભાઇ
4. ઠાકોર મનુંજી


 


આ પહેલા પણ એસઓજીની ટીમે કરી હતી મોટી કાર્યવાહી


એસઓજીની ટીમે માનવ તસ્કરીનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપીએ પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષની કિશોરીને ભગાડી જઈ એક લાખમાં વેંચી દીધી હતી.


દાહોદ શહેરમાં પરીણિત યુવકે એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઇ ગયા બાદ તેને 10 માસ સુધી વિવિધ શહેરોમાં ફેરવી હતી. ત્યાર બાદ પીછો છોડાવવા માટે તેણે મધ્ય પ્રદેશના એજન્ટની મદદથી રાજસ્થાનમાં મંદીરના અપરીણિત પૂજારીને પત્ની તરીકે રાખવા માટે કિશોરીને એક લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ગુમ કિશોરીને શોધી રહેલી દાહોદ AHTUની ટીમની તલસ્પર્શીમાં આ ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો.


દાહોદ શહેરમાં રહેતો રાજા ઉર્ફે હસમુખલાલ હંસરાજ બોરાસી નામક યુવક ટ્રેનમાં ફેરીનું કામ કરતો હતો. શહેર નજીક જ રહેતી એક 15 વર્ષ 7 માસની ઉમરની કિશોરીને તેણે પ્રેમ જાળમાં ફસાવી હતી. બે બાળકોનો પિતા રાજા 16 માર્ચ 2022ના રોજ આ કિશોરીને લઇને નાસી ગયો હતો. રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી કિશોરી મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે તત્કાલિન સમયે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. 









રાજસ્થાનના ઝાલાવડના આમઝરખુર્દ ગામના અને મંદીરમાં પુજારી એવા 35 વર્ષિય જ્ઞાનચંદ રાધેશ્યામ બૈરાગી વચેટિયા બાલચંદનો સબંધિ હતો અને અને તેના લગ્ન થતાં ન હતાં. બાલચંદે સબંધિ જ્ઞાનચંદને વાત કરતાં તે લગ્ન માટે રાજી થયો હતો. વચેટિયા બાલચંદે પોતાના ઘરે મીટીંગ ગોઠવતાં રાજા કિશોરીને પણ સાથે લઇ ગયો હતો. જ્ઞાનચંદને કિશોરી પસંદ પડી જતાં તે લગ્ન માટે રાજી થતાં કિશોરીના બદલામાં એક લાખ રૂપિયા નક્કી કરાયા હતાં. જ્ઞાનચંદે પ્રારંભે 75 હજાર રૂપિયા આપ્યા હતા. તેમાંથી 50 હજાર રાજા અને 25 હજાર બાલચંદે વચેટીયા તરીકે રાખ્યા હતાં. 


9 માસ સુધી જ્ઞાનચંદે કિશોરીને પત્ની તરીકે રાખી હતાં. ભેદ ખુલ્યા બાદ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોર્ડ અને એસઓજીએ ટીમો બનાવીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જઇને જ્ઞાનચંદ,બાલચંદની અટકાત કરવા સાથે કિશોરીનો કબજો મેળવ્યો હતો. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કિશોરીને વેચી નાખવાની ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો અને  કેટલી છોકરીઓને વેચી તે દિશામાં તપાસ હાથ ધરી છે.