નડિયાદ: વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્યના સંબોધોનો લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંડારી ગુરુકુળના સ્વામીનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા ત્યાર બાદ શિષ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે.


વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી સામે તેમના જ શિષ્યએ લગાવેલા ગંભીર આરોપો ઉપર અગાઉ આચાર્ય રાકેશ પ્રસાદે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ આરોપો ગંભીર અને આઘાતજનક છે. આ બધું જોઈ જાણી અમે પણ દિલગીર થયા છે. આપ્રકારના ધૃણાસ્પદ કર્યોની ચર્ચાથી લોકોને નીચું જોવું પડે છે. કોઈ મુમુક્ષ જીવાત્મા તમારા શરણે આવ્યો હોય તેને આધ્યાત્મ માર્ગમાં આગળ લઇ જવાના બદલે ઘણા લોકો અધોગતિ તરફ લઇ જાય છે.

પીડિત નવયુવાન સાધુ સાથે વ્યક્તિગત વાત કરવામાં આવી છે. હીન અને ગલીચ આરોપોથી લોકોમાં રોષની લાગણી વધી છે. દ્રઢપણે માનવું છે જે જો સત્સંગ સમાજ નક્કી કરે. સંતો અને ભક્તો નક્કી કરે તો આમ ચોક્કસ કોઈ નિર્ણય લઈ શકાય. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેનું અનુસંધાન પણ લઇ શકાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં આપેલા મતનો હવાલો આપી જણાવ્યું હતું કે, સત્સંગમાં કુપાત્રપણું રાખનારને કાઢી મુકવો જોઈએ અને તેમ જો ન કરવામાં આવે તો વધારે ખરાબ થાય.