વલસાડઃ દક્ષિણ ગુજરાતની જાણીતી સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. વૈશાલીનું ગળું દબાવી હત્યા કરી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે વૈશાલીના વર્તમાન અને ભૂતકાળના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે. આ હત્યા કેસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.
મહત્વનું છે કે વલસાડના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે ચેક કરતા આ મૃતદેહ વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો હોવાનુ જાણવા મળ્યું હતું. વૈશાલીના પતિએ શનિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ વૈશાલીના ઘરમાં દારૂની મહેફીલ પણ ઝડપાઈ હતી. 31 ડિસેમ્બરે વલસાડ પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા વૈશાલી અને તેના મિત્રોને ઝડપી પાડ્યા હતા.
Crime News: વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, માતા અને ભાઇએ ધર્મ પરિવર્તન કરતા પિતાએ ભર્યું આ પગલું
બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાના આત્મહત્યાના પ્રયાસના કેસમાં તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, જપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહી યુવતી, તેની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવકે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો.
આ મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની અટકાયત કરી હતી. જો કે હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતાની પણ હાલત ગંભીર છે. પિતાએ યુવકને તેમની પુત્રી, પત્ની અને પુત્રને પરત મોકલી દેવા કહ્યુ હતું. પરંતુ યુવકે 25 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપતા પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.