વલસાડ: વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષે જવાબ આપતા ઉગ્ર બની હતી જેને લઈને વિરોધ પક્ષ અને શાસકપક્ષ આમને સામને આવી ગયા હતા. બીજા તરફ શાસક પક્ષના સભ્ય પ્રવીણ કચ્છી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા હતી ત્યારે નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્ય પ્રવીણ કચ્છી માથા ઉપર લાઈટ બાંધીને સભામાં આવતા પાલિકાનું રાજકારણ ગરમાયુ હતું.
વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં શોપિંગ કોમ્પ્લેક્ષના મુદ્દે શાસકપક્ષના નેતા સોનલ સોલંકીએ પ્રમુખને કરવામાં આવેલ સવાલનો જવાબ આપતા વિરોધ પક્ષ અને શાસક પક્ષ આમને આમને આવી ગયા હતા. એજન્ડાના કામો શરૂ કરવાનું કહેતા વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી, આ સમગ્ર મામલે પ્રમુખ દ્વારા બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
બીજી તરફ શાસકપક્ષના સભ્ય પ્રવીણ કચ્છી સભામાં માથે લાઈટ બાંધી આવતા રમૂજ ફેલાઈ હતી, પ્રવીણ ભાઈના જણાવ્યા મુજબ તેમના વોર્ડમાં પાલિકાની લાઈટો ચાલતી નથી અને વોર્ડના સભ્ય તરીકે અનેકવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા તેમણે આ લાઈટ બાંધીને સભામાં આવું પડ્યું છે. શાસકપક્ષના સભ્ય હોવા છતાં તેમના કામો ન થતા હોવાના આક્ષેપ કરતા શાસકપક્ષ જ વિરોધપક્ષની ભૂમિકા આવી ગયું હતું.
વલસાડ પાલિકામાં શાસકપક્ષ ભાજપના સભ્યે જ માથા ઉપર લાઈટ બાંધી કર્યો વિરોધ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2019 04:33 PM (IST)
વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા હતી ત્યારે નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્ય પ્રવીણ કચ્છી માથા ઉપર લાઈટ બાંધીને સભામાં આવતા પાલિકાનું રાજકારણ ગરમાયુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -