જોકે બાદમાં વિવાદ વધારે થતાં જીગ્નેશ મેવાણીએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું. જીગ્નેશ મેવાણીએ પીએમઓ પાસેથી વિદ્યાર્થી સાથે શાળાના આવા વર્તન બદલ ખુલાસો માંગ્યો હતો. જોકે ત્યાર બાદ વિવાદ વધારે થતાં લોકોને પૂછ્યું હતું કે, આ વીડિયો ઈજીપ્તનો છે કે વલસાડનો?
આ મામલે શાળાના પ્રિન્સિવાલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. શાળાએ જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ટ્વીટર પર જીગ્નેશ મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો ત્યારે શાળાએ ખુલાસો પણ આપ્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી.