Valsad : વલસાડ જિલ્લામાં કુદરતી આફત જે પ્રમાણે આજરોજ રહી છે એણે જનજીવનને ચોક્કસ અસર પહોંચાડી છે ત્યારે વલસાડ તાલુકો સૌથી વધારે પ્રભાવિત થયો છે. વલસાડ કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે દમણ ગંગા નદીના પટથી લોકોએ દૂર રહેવું અને નદીની નજીક કોઈએ જવું નહીં. તો આજે સમાચાર મળી રહ્યા છે કે ઔરંગા  નદીનું પાણી વલસાડ શહેરમાં ઘુસ્યું છે અને આ પાણીના કારણે એક યુવાનનું મૃત્યુ થયું છે. 


વલસાડ શહેરમાં ઘુસ્યું ઔરંગા  નદીનું પાણી વલસાડમાં ઔરંગા  નદીના પાણી શહેરમાં ઘુસી ગયા છે. ધરમપુરમાં ભારે વરસાદના કારણે હજી પાણીનું લેવલ વધી શકે છે. વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરેએ કહ્યું છે કે સાંજે ભરતીના સમયે ફરી પાણી વધી શકે છે. આ સાથે તેમણે લોકોને  સાવચેત રહેવા અપીલ કરી છે. 




ફસાયાયેલ લોકોને બચાવવા જતા એક યુવાનનું મોત 
વલસાડમાં ઔરંગા  નદીની  આફતે એક વ્યક્તિનો જીવ લીધો છે. વલસાડના તરીયાવાળ વિસ્તારમાં સતીમાતા મંદિર પાસે રહેતા 35 વર્ષીય  ચેતન પટેલનું પાણીમાં તણાઈ જવાથી અને ડૂબી જવાથી મોટ થયું છે.  


મળતી માહિતી પ્રમાણે ચેતન વહેલી સવારથી વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ઘરની અને આજુબાજુ વાળાની મદદ કરી રહ્યો હતો અચાનક પાણીમાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું છે. NDRF દ્વારા ચેતનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તરિયાવાડમાંથી પાણી ઓસરતા ચેતન મળતો ન હતો જેને લઇને તેની શોધખોળ કરતા ખબર પડી હતી કે તે તણાઈ ગયો હતો. આ દરમિયાન ચેતનનો મૃતદેહ મળી આવ્યો છે. ચેતન જ્યારે પુર દરમિયાન લોકોને મદદ કરી રહ્યો હતો ત્યારે તે ઝાડીમાં ફસાઈ ગયો હતો. હજી નીચાણવાળા વિસ્તારોમાં NDRFનો  સર્વે અને રેસ્ક્યુ  ચાલુ છે. 


દમણગંગા નદીની રૌદ્ર સ્વરૂપ 
તો બીજી તરફ વાપી ખાતે પણ દમણ ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે અને કાંઠાઓ ઓળખવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે દમણ ગંગા નદી કિનારે હાલ પોલીસ મૂકી દેવામાં આવી છે તો બીજી તરફ વલસાડ કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે દમણ ગંગા નદીના પટ થી લોકોએ દૂર રહેવું અને નદીની નજીક કોઈએ જવું નહીં.