Vande Bharat Train Accident: ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતને અકસ્માત નડ્યો છે. મુંબઈથી ગાંધીનગર તરફ આવી રહી હતી ત્યારે સવારે 11 વાગ્યે મણિનગર સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના પગલે ટ્રેનનો આગળનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. જોકે ટ્રેનની સિસ્ટમને કોઈ નુકસાન થયું ન હતું. માત્ર કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થતા ટ્રેનની સર્વિસ બંધ કરવામાં આવી નથી. થોડી જ ક્ષણોમાં ટ્રેન ફરી દોડતી થઈ હતી.
Surat Crime : પત્નીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડીને પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો
Surat Crime : સુરતની ઉગત કેનાલ રોડના યુવાનના આપઘાત પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પત્નીના અનૈતિક સંબંધને કારણે પતિએ આપઘાત કર્યો હતો. પત્નીના પ્રેમી દ્વારા અવારનવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પત્નીના અનૈતિક સંબંધ વિશે તેના માતા-પિતાને જણાવતા તેઓએ પણ દીકરીને મદદ કરી યુવકને ધમકી આપી હતી.
આપઘાત પૂર્વે યુવકે વીડિયો બનાવી સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો હતો. યુવકના આપઘાત પ્રકરણમાં રાંદેર પોલીસે સાસુ-સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Mehsana : યુવતીને ખેતરમાં લઈ જઈ પાંચ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, નોંધાવી પોલીસ ફરિયાદ
મહેસાણાઃ મહેસાણા જીલ્લામાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉંઝાના ભાખર ગામની સીમમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. સિદ્ધપુરની યુવતી ઉંઝા આવતા તેને રીક્ષામાં બેસાડી ભાખર ગામની સીમમાં લઇ જઇ પાંચ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગામ પાસે એક ખેતરની ઓરડીમાં સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું.
ભોગ બનનાર મહિલા ઉંઝા પોલિસ મથક પર પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉંઝા પોલીસે પાંચ લોકો સામે પોલિસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Gujarat Election : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય સામે ઉઠ્યા વિરોધના સૂર? કયા સમાજે કર્યો વિરોધ?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક કડવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યનો ઉત્તર ગુજરાતમાં વિરોધ થયો છે. થરાદ વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય સામે વિરોધનાં સૂર જોવા મળ્યા છે. 2019 થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદમાંથી ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સમયે થરાદ વિધાનસભાના ઠાકોર સમાજ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો. યુવા કોંગ્રેસની ચૂંટણીમાં ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે થરાદ ધારાસભ્યે તેમને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યાના આક્ષેપ થયા છે. ઠાકોર સમાજનો વિરોધ સામે આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ. થરાદ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતની મુશ્કેલી વધી છે.