Vav By Election: વાવ પેટાચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભાજપે વાવ બેઠક કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે. વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલબાસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલની જોરદાર ટક્કર છે. ભાજપે આજે વાવમાં પ્રચાર પુરજોશમાં છે અને દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. 


વાવ સર કરવા ભાજપે મોટા નેતાઓને પ્રચાર મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા રાજ્યસભા સાંસદ મયંક નાયક સારથી બન્યા છે, તો સી.જે.ચાવડા સહસારથી બનીને કામ કરી રહ્યાં છે. આજે સાંજે 5 વાગ્યે વાવમાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે. 


ઉલ્લેખનીય છે કે, વાવમાં ભાજપ અને કાંગ્રેસનું એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ભાજપના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. તો વળી, કોંગ્રેસ તરફથી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રચાર મોરચો સંભાળ્યો છે. આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂતના સારથી બન્યા છે. ગેનીબેને આજે ભાભરમાં પ્રચાર દરમિયાન કમલમ ખાતે જઇને ભાજપ નેતાઓને ગુલાબનું ફૂલ આપીને મત માંગ્યા હતા.


વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.


આ પણ વાંચો


'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર