ઉનાના વિદ્યાનગરમાં પ્રથમ વરસાદની શરૂઆતમાં જ એક મકાન ધ્વસ્ત થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલમાં વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકંઠાથી 300 કિલોમીટર જેટલું દૂર છે. જોકે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે.
દીવના દરિયાની જેમ જ પોરબંદરના દરિયામાં પણ સવારથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.
ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતીએ પવન ફુકાવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.