મંગળવારે કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઈને સાવચેતીના ભાગરૂપે પાટણમાં NDRFના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે.
મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જેના કારણે બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થઈ ગયું છે.
‘વાયુ’ વાવાઝોડુ સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં ફરેવાઈ ગયું છે. કચ્છના દરિયા કિનારે સાયક્લોન જઈ શકે તેમ હોય મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.