Vegetable Price Hikes:  કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવ પર માઠી અસર થઈ છે. મોટાભાગના શાકભાજીના ભાવમાં 30 થી 35 ટકાનો થયો વધારો થયો છે. ભાવ વધવાના કારણે ગૃહિણી ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ વર્ષે બેવડી ઋતુના કારણે મોટાભાગે શાકભાજીના ભાવ ઉપર અસર પડી રહ્યા છે એવામાં કમોસમી વરસાદને લઈને શાકભાજીમાં ભારે નુકસાન પણ થયું હોવાના કારણે મોટાભાગે શાકભાજીના ભાવ વધ્યા છે.  કમોસમી વરસાદના કારણે બહારથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 30 ટકા નુકસાન થયું છે.  ટામેટા માર્કેટમાં પહેલા 20 રૂપિયા કિલો મળતા હતા તે અત્યારે 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ત્યારે આદુ માર્કેટમાં 200 રૂપિયા કિલો વેચાઇ રહ્યું છે, કારણકે મોટાભાગે આદુની આવક બેંગ્લોરમાંથી થતી હોય છે.


લીંબુનો ભાવ 100 રૂપિયા પહોંચ્યો


ગવાર અત્યારે 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે, જૂનો ભાવ 70 રૂપિયા હતો. ચોળી અત્યારે 130 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જૂનો ભાવ 80  રૂપિયા હતો. લીંબુ અત્યારે 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જૂનો ભાવ 80 રૂપિયા હતો. આદુ અત્યારે 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જૂનો ભાવ 80 રૂપિયો હતો. વટાણા અત્યારે 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જૂનો ભાવ 60 રૂપિયા હતો. કોથમીર અત્યારે 60 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જૂનો ભાવ 30 રૂપિયા હતો. ભીંડા અત્યારે 70 રૂપિયા કિલો વેચાઈ છે, જૂના ભાવ 50 રૂપિયા હતો.


કાચી કેરીનો ભાવ 60 રૂપિયા પહોંચ્યો


મરચા અત્યારે 45 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જૂનો ભાવ 30 રૂપિયા હતો. ટીંડોળા અત્યારે 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જૂનો ભાવ 40 રૂપિયા હતો. કોબીજ અત્યારે 50 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જૂનો ભાવ 30 રૂપિયા હતો. ટામેટા અત્યારે 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જૂનો ભાવ 20 રૂપિયા હતો. કાચી કેરી અત્યારે 60 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જૂનો ભાવ જૂનો ભાવ 40 રૂપિયા હતો.


આ  પણ વાંચોઃ


ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાઈ શકે છે વર્લ્ડ કપ મેચ, ઓક્ટોબરમાં શરૂ થશે ટુર્નામેન્ટ


Heart Attack: સુરતમાં યુવકનું હાર્ટ એટેકના કારણે ઉંઘમાં જ મોત, જાણો વિગત


Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો કયા સમયે થશે અને ક્યાં-ક્યાં દેખાશે