Amreli: ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડી વચ્ચે દિવસે વીજળી ન મળવાથી ખેડૂતો રાત્રે પાણી વાળવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ભાજપના નેતાએ ખેડૂતોને રાત્રે વીજળીને લઈ ટ્વિટ કર્યુ છે, જે ખેડૂતોમાં હિટ થયું છે.


કોણે કર્યું ટ્વિટ


અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે ખેડૂતોને રાત્રિ વીજળી અંગે ટોણો મારતું ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે, કાતિલ ઠંડીમાં રાત્રે મોટા શહેરોની સડકો પણ સુમસામ થઇ જાય છે. જયારે આપણે બ્લેન્કેટ ઓઢી ટીવીની સિરિયલો માણતાં હોઈએ છીએ ત્યારે આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતને પાણી વાળવા ખેતરમાં રાત્રે ઝઝૂમવું પડે છે. કોલ્ડ વેવ દરમિયાન કૃષિમાં અપાતી વીજળીના ટાઈમટેબલમાં તાત્કાલિક ફેરફાર જરૂરી બન્યો છે. અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારનું ટ્વિટ ખેડૂતોમાં હિટ થયું છે.




કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી


રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરી એ વાતાવરણમા પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેમાં પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે તે પ્રમાણે આગાહી કરતા ખેડૂતો ની ચિંતા વધી છે હાલની સ્થિતિ એ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમા ઉભા છે જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટર માં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતો ને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે જેને લઈ પાટણ જિલ્લાનો ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યો છે.


ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.  બનાસકાંઠા અને પાટણ મા  પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેથી જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની તમામ મહેનત પર માવઠા નું પાણી પાક મા ફરી વળે અને ફરી એકવાર ખેડૂતોને  પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાવા પામે જેને કારણે ખેડૂતો ને મોટી નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે  હાલ ની સ્થિતિ એ પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં  સહીત  2 લાખ થી વધુ  હેકટર મા રવિ પાકો નું વાવેતર કરેલ છે  જેમાં રાયડો અને એરંડા ના પાકો ની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરો મા ઉભા છે અને જો વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય તો   થાય તો  વિવિધ રવિપાકો તેમજ શાકભાજીના વાવેતર ને મોટા પાયે નુકશાન થવાની શક્યતા ઓ છે. ત્યારે ખેડૂતો હવામાન વિભાગની આગાહી ખોટી પડે તેવું ઇચ્છી રહ્યા છે.