ગામના લોકોએ જ રાત્રે દારૂની મહેફિલ માણતા શિક્ષકોનો વીડિયો ઉતાર્યો હતો. આ ઘટના બાદ જિલ્લા પ્રશાસને શાળાના મુખ્ય શિક્ષક અજિત પટેલ અને વિનેશ માછીને સસ્પેંડ કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં શાળાના જ શિક્ષકો અજિત પટેલ અને વીનેશ માછી રાત્રી દરમિયાન દારૂ સાથે ખાણીપીણી પાર્ટી કરતાં હોવાનું ગ્રામજનોને જાણકારી મળી હતી. બાદમાં ગ્રામજનોએ શાળામાં જઈ વિડિઓ ઉતારતા ચોકનાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
શાળા કે જ્યાં બાળકોમાં શિક્ષણ સાથે સારા સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે ત્યાં વિદેશી શરાબની બોટલો અને નશામાં ધૂત આરામ ફરમાવતા શિક્ષકો જોવા મળ્યા હતા. સમગ્ર બાબતની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતાં તાત્કાલિક તપાસ આદરી પ્રાથમિક શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સસ્પેન્ડ કર્ય છે.