ઇડરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે સાબરકાંઠામાં આવેલા વિજયનગરના પોળો ફોરેસ્ટમા શનિવાર અને રવિવારે પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


એટલું જ નહીં, બહારના કોઈ પ્રવાસીને વિજયનગર પોળો ફોરેસ્ટમા પ્રવેશ આપવામા આવશે નહી. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. ઓક્ટોબર માસના વિકએન્ડ દરમ્યાન પોળો પ્રવાસન બંધ રહેશે.

રાજ્યમાં ગઈ કાલે 1310 કોરોના કેસ નોંધાયા હતા અને વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 16678 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,40,055 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત


રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, જામનગર-1, રાજકોટ-1, સુરેન્દ્રનગરમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં 173, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 87, જામનગર કોર્પોરેશનમાં 64, રાજકોટ-45, વડોદરા-42, મહેસાણામાં 36, ભરુચ-32, કચ્છ-31, અમરેલી-28, ગાંધીનગર કોર્પોરેશન-28, પાટણ-27, બનાસકાંઠામાં 26, અમદાવાદ-25, જામનગર-22, જુનાગઢ કોર્પોરેશન-21, પંચમહાલ-21, સુરેન્દ્રનગર-21, મોરબી-20, ભાવનગર કોર્પોરેશન-18, ગાંધીનગર-17, નર્મદામાં 14 કેસ નોંધાયા હતા.