Vipul Chaudhary : વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. જોકે, વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત.
વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા.
વીસનગર અર્બુદા ધામ ખાતે આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી. વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે.
મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ .
Gujarat : કચ્છ પછી બનાસકાંઠામાં ભાજપની નમો પંચાયતનો વિરોધ, કાર્યક્રમમાં ઉછળી ખુરશીઓ, જાણો કોણે કર્યો વિરોધ?
બનાસકાંઠાઃ દિયોદર ભાજપની નમો પંચાયતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી. આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૌભક્તોએ મચાવ્યો હોબાળો. ગૌપ્રેમીઓ અને ખેડૂતો નમો પંચાયતમાં પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર દ્વારા 500 કરોડની સહાય ના ચૂકવતા ગૌપ્રેમીઓ વિફર્યા. પોલીસ બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો.
ખેડૂતોએ પણ પોતાની માંગણીઓને લઈ મચાવ્યો હોબાળો. ભાજપના નમો પંચાયત કાર્યક્રમમાં કરાયો હાલ પૂરતો સ્થગિત કરાયો. નોંધનીય છે કે, બે દિવસ પહેલા કચ્છમાં પણ નમો પંચાયતનો વિરોધ કર્યો હતો. કચ્છમાં કિસાન સંઘ દ્વારા નમો પંચાયતનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Kutch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી રહ્યું છે. પીએમ મોદી, અમિત શાહે રાજ્યની મુલાકાતો વધારી છે. ગુજરાત ભાજપે પણ કાર્યકરોને ચૂંટણી કામમાં લગાડી દીધા છે. આ દરમિયાન કચ્છનાં માંડવી તાલુકાના લાયાજા ગામે ભાજપાની નામ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભાજપના નેતાઓએ સ્થળ છોડીને જતાં રહેવું પડ્યું હતું.
કાર્યક્રમમાં હાજર રહેલા ખેડૂતોએ કહ્યું કે, વિરોધ જ્યાં સુધી ગાંધીનગર બેઠલા ખેડૂતોને સાંભળવામાં નહિ આવે ત્યાં સુધી ગુજરાતનાં દરેક ગામમાં આજ પ્રકારે ભાજપાનાં તાયફાનોબહિષ્કાર કરવામાં આવશે.
વીડિયોમાં કેટલાક લોકો એ હાલો ભાગો ભાગો... કહેતા સાંભળવા મળી રહ્યા છે. આ દરમિયાન સ્ટેજ પર હોબાળો કરતાં લોકોને શાંત રહેવા અપીલ પણ કરવામાં આવે છે તેમ છતાં કોઈ ફેર પડતો નથી. આ ઉપરાંત ખેડૂતો હોય તે જાય અને બાકીના લોકો બેસે તેમ પણ સાંભળવા મળે છે. 27 દિવસથી જે લોકો ઉપવાસ પર બેઠા છે તેને મળો એમ એક વ્યક્તિ કહે છે. જે બાદ તેમને ચાર વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે મળવાની કોશિશ કરી હોવાનું કહેતા તે કોઈ મળવા નથી મળ્યા તેમ કહે છે. ભાજપના નેતા ભઈ વીડિયો શું કામ ઉતાર્યો તેમ કહેતા ત્યાં હાજર રહેલા લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.