સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા તાલુકાનાં વડીયા ગામની સીમમાં વિચિત્ર સાપ જોવા મળ્યો હોવાની વાત ફેલાઈ છે. જે સાપને ઉપર સફેદ અને કાળા કલરનાં પટ્ટા અને તેનાં માથે શિંગડાં જોવા મળતાં કુતુહલ સાથે આશ્ચર્ય જોવાં મળ્યું. વિડીઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ કુતૂહલ સર્જાયું છે. જોકે, એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.






ડાંગ: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાદ એક નેતા દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલથી લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર ગૌરવ વલ્લભ હાલમાં ગુજરાતમાં છે. તો બીજી તરફ સુબીર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત ૧૩ સભ્યોએ એક સાથે રાજીનામુ આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. સુબીર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ ભોયે સહિત અન્ય ૧૩ સભ્યોએ રાજીનામુ આપી દીધુ છે. એક સાથે રાજીનામું ધરી દેતા ભાજપમાં રહેલો આંતરિક જૂથવાદ હવે બહાર આવ્યો છે. પાર્ટીના આદેશ અનુસાર કામ કરવા છતાં સન્માન ન જળવાતા સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત અન્ય ૧૩ સભ્યોના રાજીનામાથી ડાંગ જીલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.


 


અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો


અમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યકર્તા પવન તોમરના ઘર નજીક રાઉન્ડ પર આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વોર્ડના નાગરિકોને ઉશ્કેરતા હોવાના ભાજપના આક્ષેપ છે. ભાજપના કાર્યકર્તા પવન તોમરે આમ આદમી પાર્ટીના કાર્યકરોને મનાઈ કરતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. પવન તોમરના કાર્યાલય ઉપર જઈને હુમલો કર્યો. પવન તોમરને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભાજપ નેતાને છરીના ઘા મારતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવા નેતાના કાર્યકરો પણ હોસ્પિટલમા હાજર છે. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. ભાજપના પ્રવક્તા ડો. યજ્ઞેળ દવેએ જણાવ્યું હતું કે, તમારા માધ્યમથી આ સમાચાર જાણ્યા. પ્રશાંત કોરાટ પણ ત્યાં પહોંચ્યા છે. આપ હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. આપના સાહિલ ઠોકોરે ભાજપના પવન તોમર પર છરીથી હુમલો કર્યો છે. ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ તદ્દન ગેરવ્યાજબી છે. આ ગુજરાતની પરંપરા નથી. એ રાજ્યને બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં પડ્યા છે. ગુજરાતને બદનામ કરવા માટે આવી રાજનીતિ રમાઇ રહી છે.