રાતે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ થયો હતો. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. મોડી રાતે મોડાસામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજ-માલપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. ભિલોડામાં 9 મીમી અને ધનસુરામાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
અરવલ્લીનાં જિલામાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. મોડાસા, શામળાજી, બાયડ અને માલપુર સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.