પોરબંદરઃ ભારતીય તટ રક્ષક દળમાં હેલિકોપ્ટર સ્ક્વોડ્રન સામેલ થયું છે. પોરબંદર ખાતે ભરતીય તટ રક્ષક દળમા નવા હેલિકોપ્ટર સ્ક્વોડ્રન સમાવેશ કરાયો છે. સુરક્ષા અને સર્વેલન્સમા ભારતીય તટ રક્ષક દળને મદદરૂપ થશે. ભરતીય તટ રક્ષક દળના ચીફ ડિરેક્ટર જનરલની ઉપસ્થિતિમા હેલિકોપ્ટર સ્ક્વોડ્રનને સામેલ કરાયું હતું. ત્યારે આજે ભારતીય કોસ્ટ ગાર્ડના વડા વી.એસ. પઠાણિયા અદ્યતન ALH માર્ક 3 હેલિકોપ્ટર ઉડાવીને  પોરબંદરમાં ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજ પર લેન્ડ કર્યું હતું. 






દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતની દરિયાઈ સરહદ દુશ્મન દેશ પાકિસ્તાન સાથે પણ જોડાયેલી છે. જેને કારણે આ વિસ્તારમાં આધુનિક અને મજબૂત દરિયાઈ સુરક્ષા અનિવાર્ય છે. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ચાર MK-3 હેલિકોપ્ટર પોરબંદર કોસ્ટગાર્ડને અપાયા છે. કોસ્ટગાર્ડના ડીજી દ્વારા હેલિકોપ્ટરની સ્કવોડનનું કમિશનર કરાયું હતું.






ભારતીય કોસ્ટગાર્ડમાં કુલ 13 ALH(એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર) MK-3નો ઉમેરો કરાયો હતો. જેમાંથી 4 હેલિકોપ્ટર પોરબંદર કોસ્ટગાર્ડને અપાયા છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ ડી.જી.વી.એસ પઠાણિયાએ ગઈ કાલે કોસ્ટગાર્ડ એર એંકલીવ ખાતે કમિશનિંગ કર્યું હતું. સમાવિષ્ટ સ્કવોડન રેસ્ક્યુ, કોસ્ટલ સિક્યુરિટી, મેરિટાઈમ સર્વેલન્સ, એન્ટી સ્મગલિંગ, પોલ્યુશન કંટ્રોલ તેમજ ટ્રાન્સપોર્ટ સહિતની મહત્વની કામગીરીમાં ફરજ બજાવશે. સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ આ સ્કવોર્ડનથી મહત્વની કામગીરી પર નજર રાખશે.


ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત પ્રદેશમાં ALH MK-3 હેલિકોપ્ટરનું સશસ્ત્ર સંસ્કરણ સામેલ કર્યું છે. જે 12.7 MM હેવી મશીન ગનથી સજ્જ છે જે 1800 મીટરથી વધુના લક્ષ્યોને અસરકારક રીતે હિટ કરી શકે છે.