સામાન્ય રીતે શિયાળો શરૂ થતાંની સાથે ઉત્તરનાં પવનો આવતા હોય છે પરંતુ આ વખતે હજુ સુધી શિયાળાની ઠંડીનો અનુભવ થતો નથી. રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ બેવડી ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થયો છે.
હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે. વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
#AUSvPAK: પાકિસ્તાની બોલર યાસિર શાહે બેટિંગમાં રચ્યો ઈતિહાસ, પિંક બોલ ટેસ્ટમાં આ સિદ્ધી મેળવનારો બન્યો બન્યો બેટ્સમેન
ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત