ગાંધીનગર: વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ દૂર થયા બાદ રાજ્યમાંઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, તો ભૂજમાં 12. 8 ડિગ્રી અને ગાંધીનગરમાં 15. 15 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે.


વધુ પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા અને એક ડ્રાફ્ટ બનતા વાતાવરણમાં પલટો આવશે. જોકે, કમોસમી વરસાદની કોઈ આગાહી નથી. સક્રિય બનેલી સિસ્ટમની ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે.

જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનો પાર ગગડ્યો છે. હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ચાર ડિગ્રી તાપમાન સાથે આબુ ઠંડુગાર બન્યુ છે. વાતાવરણમાં છવાયેલી ધૂમ્મસથી આહલાદક વાતાવરણ બન્યુ છે. પ્રવાસીઓએ વાતાવરણની મઝા માણી હતી.