Weather:રાજ્યમાં હાલ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલે 24 કલાક બાદ મોનસૂન રાજ્યમાં સક્રિય થવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના વેઘરના આંકલન મુજબ  રાજ્યમાં 24 કલાક બાદ ચોમાસું સક્રિય થઇ શકે છે. 17થી 22 જૂન વચ્ચે પવન સાથે વરસશેનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. અંબાલાલની આગાહી મુજબ  કાચામકાનોના છાપરા ઉડી જાય તેવો ફુંકાશે.  20 જૂનથી અરબ સાગર, બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા, મધ્ય પ્રદેશમાં અતિભારે વરસાદનો  અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યો છે. 20થી 28 જૂન વચ્ચે પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના આંકલન મુજબ 5થી8 જુલાઈ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.  તો 10થી12 જુલાઈ વચ્ચે પણ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ  વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.


હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે  શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.


શનિવારે અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો, અહી સાવરકુંડલા, લીલીયા, વડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલીયાના દુધાળા, જાત્રુડા,સાજન, ટીંબા, અંટાળીયા, ભોરિંગડા, ઈંગોરાલા,મોટા ગોખરવાળા, નાના ગોરખરવાળા, લાપાળીયામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે. જો કે ગુજરાતમાં હજુ વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદીની એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી  ગઇ હતી. ખંભાળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી.