ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન રીજનલ મીટિંગનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાશે . ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે બેઠકનું આયોજન કરાયું છે. ડ્રગ્સ અને દેશની આંતરિક સુરક્ષા અંગે બેઠકમાં ચર્ચા કરાશે.


ગુજરાત પોલીસ અને એનસીબી દ્વારા ડ્રગ મામલે કરવામાં આવેલ કામગીરી ની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાશે. ગુજરાતના ડીજીપી, એનસીબીના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. 


Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા કમલમ ખાતે અમિત શાહ કરશે બેઠક


Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આજે બેઠક કરશે. ભાજપ સંગઠનના આગેવાનો સાથે બેઠક કરશે. કમલમ ખાતે અમિત શાહ બેઠક કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આજે સાજે 5:30 વાગ્યા બાદ કમલમ ખાતે બેઠક યોજાશે.


આજે અમિત શાહે તેમના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. ત્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અશ્વિન કોટવાલે શુભેચ્છા પાઠવી. નારણપુરા વિસ્તારના પૂર્વ કોંગ્રેસી નેતા કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી. મફત લાલ પટેલે અમિત શાહ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.


મુખ્મંત્રીએ અમિતને શુભેચ્છા પાઠવી. સામાન્ય નાગરિકોની જેમ મુખ્યમંત્રીએ મુલાકાત કરી રવાના થયા.  રાજ્ય સરકારનાં મંત્રી જગદીશ પંચાલ અને પ્રદીપ પરમારે પણ શુભકામના પાઠવી. અમિત શાહના પુત્ર જય શાહ પણ સ્ટેજની પાસે હાજર. જય શાહે પણ સમર્થકોને શુભેચ્છા પાઠવી. નિવાસ સ્થાને આવેલ એક દિવ્યાંગ સમર્થકને મળવા અમિત શાહ સ્ટેજ પર થી નીચે આવી મળ્યા અને ફોટો પડાવ્યો.


મંત્રીઓ, ભાજપાના ધારાસભ્યો,મ્યુનીસીપલ કોર્પોરેટર, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટ્યા. અમિત શાહ શુભેચ્છકોને નવા વર્ષની પાઠવી શુભકામના. મોં મીઠું કરાવી અમિત શાહ લોકોને  સુભેચ્છા પાઠવી રહ્યા છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અશ્વિન કોટવાલે શુભેચ્છા પાઠવી. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી.  મફત લાલ પટેલે અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.