ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1144 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24ના કોરોનાથી મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 59,126 થઈ ગઈ છે અને કુલ મૃત્યુઆંક 2396 પર પહોંચ્યો છે. આજે 783 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 43195 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 207, અમદાવાદ કોર્પોરેશનમાં- 141, સુરત 84, વડોદરા કોર્પોરેશનમાં-72, રાજકોટ- 40, રાજકોટ કોર્પોરેશન- 40, ગાંધીનગર -38, મહેસાણા- 36, ભરુચ-33, દાહોદ-33, સુરેન્દ્રનગર-31, મોરબી- 28, અમરેલી- 24, ભાવનગર કોર્પોરેશન-23, જુનાગઢ કોર્પોરેશન -23, વડોદરા-23, વલસાડ-19, નર્મદા-18, પાટણ- 18, નવસારી-17, જામનગર કોર્પોરેશન- 16, પોરબંદર- 14, સાબરકાંઠા-14, કચ્છ-13, ભાવનગર-12, ગાંધીનગર કોર્પોરેશન-12, મહીસાગર- 12, અમદાવાદ-11, આણંદ-10, બનાસકાંઠા-10, ખેડા-10, પંચમહાલ-10, તાપી-10, બોટાદ-8, ગીર સોમનાથ -8 , જુનાગઢ-8, જામનગર-3, છોટા ઉદેપુર-2, અરવલ્લી-1, ડાંગ-1, દેવભૂમિ દ્વારકા-1 અને અન્ય રાજ્યના 10 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 24 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશન -5, સુરતમાં 3, પાટણ- 2, રાજકોટ-2, વડોદરા કોર્પોરેશનમાં 2, મહેસાણા -1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2396 લોકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 13535 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેલ્ટીલેટર પર છે અને 13446 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 43195 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,13,006 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 1144 નવા કેસ, વધુ 24નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 08:26 PM (IST)
ગુજરાતમાં અત્યાર સુધી કુલ 43195 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 2396 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -