ગાંધીનગરઃ ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ ફી સીધે સીધી જે તે સંસ્થામાં સરકાર મારફતે જ જમા કરાવી દેવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
SC કેટેગરીના 6 હજાર વિદ્યાર્થીઓ માટે 12 કરોડ તથા ST કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓ માટે 24 કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતોને ધ્યાને રાખી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદના ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનહર માતરિયાને સ્થાનિક સ્વરાજ 2021ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલાએ પ્રમુખના હોદ્દાની રૂએ સસ્પેડ કર્યાનો લેટર સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
બીજી તરફ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી મનહર માતરિયાએ પક્ષમાંથી રાજીનામાનો પત્ર સી.આર.પાટીલને મોકલ્યો છે. હાલ મનહર માતરિયા તુરખા ગામના સરપંચ તેમજ બોટાદ જિલ્લા સરપંચ પરિષદના જિલ્લા પ્રમુખ છે. ધારાસભ્ય સૌરભ પટેલ ના કારણે રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. સૌરભ પટેલ દ્વારા કાર્યકર્તા પર જોહુકમી અને મનમાની કરવાના કારણે કંટાળી રાજીનામુ આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.