અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે સમયથી વરસાદે વિરામ લીધો ત્યારે ગુરુવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. જેમાં ડાંગના વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તો જાણે વરસાદે રિસામણા કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાનીસ સિઝનને એક મહિનાથી પણ જેટલો સમય થઈ ગયો હોવા થતાં પણ વરસાદ આવ્યો નથી.

હવામાન વિભાગના કહ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. જોકે કચ્છમાં નામનો જ વરસાદ થયો છે તો ઉતર ગુજરાત પણ અમુક તાલુકામાં પાણીની બહુ જ જરૂર છે. વરસાદ ખેંચાવવાના કારણે ખેડૂતો ચિંતત બન્યા છે. પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે વરસાદ સારો થયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જયંત સરકારે ગુજરાતમાં ભારે વરસાદને લઈને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમા ભારે વરસાદ પડશે. 27 જુલાઈથી ગુજરાતમા વરસાદની તીવ્રતા વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 26 જુલાઈના બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમ મજબુત હોવાના કારણે ગુજરાતમાં સારો વરસાદ આવશે તેવું લાગી રહ્યું છે.

28 અને 29 જુલાઈના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને કચ્છ સહિત ગુજરાતના વિસ્તારોમાં 28 અને 29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે.