અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ બેઠકોમાં એક બેઠક લીંબડીની પણ છે. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલે રાજીનામું ધરી દેતાં આ બેઠક ખાલી પડી છે.
ભાજપ માટે જીતની શક્યતા ધારવતી આ બેઠક પર ભાજપ સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલને ટીકિટ આપશે કે નહીં તેના પર સૌની નજર છે. સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ જુ ભાજપમાં જોડાયા નથી ત્યારે તેમને ચૂંટણી લડવા અંગે પૂછાતાં તેમણે કહ્યું કે, ટિકિટ મળશે તો લડીશું, નહિંતર શાંતિથી ઘરે બેસીશું.
ભાજપમાં આ બેઠક જીતવા માચે કિરીટસિંહ રાણા સક્ષમ ગણાય છે. સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલને ટીકિટ ના મળે ને એ બળવો કરે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાય.
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા નેતાએ કહ્યુઃ ટિકિટ મળશે તો લડીશું, નહિંતર શાંતિથી ઘરે બેસીશું....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 10:40 AM (IST)
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ બેઠકોમાં એક બેઠક લીંબડીની પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -