સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના ફેલાતા સંક્રમણને અટકાવવા માટે ગુજરાતમાં પાન-મસાલા ગુટખાના દુકાનકારો-ગલ્લાવાળાએ મહત્વનો નિર્ણય કર્યો છે. પાન-મસાલાના રસિયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દુકાનો અને ગલ્લા પર પાન-મસાલા મળશે તો ખરા પણ પાર્સલ જ મળશે. હવેથી દુકાનો કે ગલ્લા પર માવો કે ફાંકી બનાવીને આપવામાં આવશે નહીં માત્ર પાર્સલ જ આપવામાં આવશે.


સમગ્ર ગુજરાતના પાન-મસાલા ગુટખાના વેચાણને લઈને ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પાન-મસાલાની દુકાનો પર ફક્ત પાર્સલ જ મળશે. પાન કે ફાંકી બનાવી આપવામાં આવશે. કારણ કે દુકાન પર જો કોઈ વ્યક્તિ પાન કે મસાલો ખાઈને જાહેર થૂંકતા પકડાશે તો થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દુકાનદારને પણ દંડ ફટકારવામાં આવશે. જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે, દુકાન પર થતી ભીડને ટાળવા માટે પાન-મસાલા અને ફાંકીના પાર્સલ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દુકાન પર ભીડ ન થવા દેવા માટે પણ સૂચન અપાયું છે.

ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં આવશે નહીં. ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલ જ આપવામા આવશે.