હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડના ટેસ્ટની ગાઈડલાઈનમાં ICMRએ મોટાં ફેરફાર કર્યાં છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. શરદી-ઉધરસ અને તાવ જણાયા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં.

કોવિડના ટેસ્ટની ગાઈડલાઈમાં ICMRએ ફેરફાર કર્યાં છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લક્ષણ જણાશે તો જ દર્દીઓ RT-PCR ટેસ્ટ કરાવી શકશે. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે.

શરદી ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. એન્ટીજન ટેસ્ટ કર્યાં બાદ 3 દિવસ સુધી લક્ષણો જણાશે તેવા કિસ્સામાં RT-PCR માટે મંજૂરી આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 101,695 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 82398 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16127 લોકો સ્ટેબલ છે.