હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે સમગ્ર ગુજરાતમાં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. 9થી 12 ધોરણમાં હવે 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાશે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આદેશ કર્યો છે.


આ સિવાય કોવિડના કારણે મોટાભાગના લોકો ધંધા-રોજગાર બંધ થવાથી પોતાના વતન તરફ ફર્યા છે, જેના કારણે પણ ધોરણ આઠ પાસ કરીને નવમાં ધોરણમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓએ હજુ પ્રવેશ નથી લીધો. આ પરિસ્થિતિમાં પ્રવેશની તારીખ લંબાવાઈ છે. માત્ર આટલું જ નહીં પરંતુ 30 સપ્ટેમ્બર બાદ પણ કોઈ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહે છે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પરવાનગી બાદ તેવા વિદ્યાર્થીઓને 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.

વર્તમાન સમયમાં કોવિડની અસર શૈક્ષણિક કાર્ય પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ત્યારે રાજ્યમાં કેટલાક સ્થાન પર વિદ્યાર્થીઓએ હજુ પ્રવેશ નથી મળ્યો. વળી પૂરક પરીક્ષા પણ મોડી યોજાઈ અને તેનું પરિણામ આવ્યું છે, તેવામાં ધોરણ 10 પાસ કરેલા વિદ્યાર્થીઓએ પણ ધોરણ 11માં પ્રવેશ મેળવવાનો થાય છે. આ પરિસ્થિતિમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ધોરણ 9થી 12માં પ્રવેશ માટે 30 સપ્ટેમ્બર સુધી સમય આપ્યો છે.

આ સિવાય કોવિડના કારણે મોટાભાગના લોકો ધંધા-રોજગાર બંધ થવાથી પોતાના વતન તરફ ફર્યા છે જેના કારણે પણ ધોરણ આઠ પાસ કરીને નવમા ધોરણમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓએ હજુ પ્રવેશ નથી લીધો. આ પરિસ્થિતિમાં પ્રવેશની તારીખ લંબાવાઈ છે. માત્ર આટલું જ નહીં પરંતુ 30 સપ્ટેમ્બર બાદ પણ કોઈ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહે છે, તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પરવાનગી બાદ તેવા વિદ્યાર્થીઓને 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહે.

સામાન્ય રીતે દર વર્ષે શિક્ષણ વિભાગના નિયમ મુજબ 31મી ઓગસ્ટ સુધી શાળાઓમાં પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય છે, એટલે કે અંતિમ પ્રવેશ 31 ઓગસ્ટ સુધી હોય છે. તેવામાં હવે હાલની પરિસ્થિતિને જોતા શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય.