Weather Update:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની ગતિ વધી છે. કચ્છ બનાસકાંઠામાં ખાસ કરીને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સોરાષ્ટ્રના વિસ્તારમાં પણ પવનની તીવ્ર ગતિની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.


હાલની સ્થિતિની વાત કરીએ તો દરિયાઇ વિસ્તારથી પવન વહેતા  હોવાથી દિવસે ગરમી વધતાં અને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ સાથે કેટલાક જિલ્લાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસમાં એટલે 11 ફેબ્રુઆરી સુધી હજુ પણ  મહારાષ્ટ્ર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. એટલે કે  બેથી ગ્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્રના  રાજકોટ જૂનાગઢ, અમરેલીમાં 30થી વધુ તાપમાન રહેશે.  તો હજુ પણ કચ્છ ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને તાપમાન નીચું રહેશે. રાજ્યમાં આ સ્થિતિ હજુ 11 ફેબ્રુઆરી સુધી રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 11 11 ફેબ્રુઆરી બાદ ફરી પવનની દિશા બદલાતા  તાપમાનમાં ફેરફાર થઇ શકે છે એટલેક બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડતાં થોડા ઠંડીનો અનુભવ થઇ શકે છે.


Weather Update: હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ વસંત ઋતુ ચાલતી હોવા છતાં પણ ગુજરાતના અનેક વિસ્તારમાં દિવસે અકળાવતી ગરમીનો અનુભવ થાય છે. ત્યારે માર્ચમાં આ વર્ષે તાપમાન વધતાં આકરો તાપ પડે તેવા અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં અથવા માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી જશે કે ઉનાળો અનુભાવાશે....જાન્યુઆરીમાં સામાન્યથી 0.94 ડિગ્રી તાપમાન વધારે રહ્યું.


ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઠંડા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીમાં વધારો થવા લાગ્યો છે. શનિવારથી પશ્ચિમી પવનની ગતિ ધીમી થશે અને તાપમાન ધીમે ધીમે વધવા લાગશે. હાલમાં, 13-14 ફેબ્રુઆરી સુધી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે, હજુ સુધી કોઈપણ વિસ્તાર માટે કોઈ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું નથી.


આજે શનિવારે 20-25 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર સપાટી પરનો પવન ફૂંકાશે. આ પછી હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં વધારો જોવા મળશે. રવિવારથી પવનની ઝડપ ઘટશે અને સોમવારથી તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે. સવારે અને સાંજે હળવી ઠંડક રહેશે, દિવસ દરમિયાન ઠંડીમાં રાહત રહેશે.