કોરોનાના ગંભીર દર્દીઓ માટે જડીબુટી સમાન રેમડેસિવિર ઈંજેક્શનના ઉપયોગ અંગે માર્ગદર્શન જરૂરી છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે રેમડેસિવિરથી કોવિડ દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકાય તેવા કોઈ પ્રમાણ મળ્યા નથી. આ ઈંજેક્શન વાયરલ ક્લિયરન્સ પર કેટલી અસરકારક છે તે પણ અનિશ્ચિત છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કહે છે કે જે દર્દીઓને મધ્યમથી ગંભીર અસર હોય તેમના માટે રેમડેસિવિર ઉપચાર સમાન કહી શકાય. પરંતુ સામાન્ય લક્ષણોમાં આ ઈંજેક્શનનો ઉપયોગ યોગ્ય નથી.


તબીબોની સલાહ વિશે વાત કરીએ તો જે દર્દીઓનું ઓક્સિજનનું પ્રમાણ 94થી ઓછું હોય ત્યારે ત્રણ-ચાર દિવસની સારવાર બાદ પણ તાવ રહેતો હોય તો આ ઈંજેક્શન આપી શકાય છે. સતત કફ રહેતો હોય ત્યારે વધુ થાક લાગતો હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે આ ઈંજેક્શન ઉપયોગી છે. નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે. શ્વાચ્છોશ્વાસની ગતિ વધિ જાય (પ્રતિ મિનિટ 24થી વધારે હોય) ત્યારે આ ઇન્જેક્શન આપી શકાય.






50 વર્ષથી વધારેની ઉંમરના હોય અને કોરોનાને કારણે CRP, d-dimer, Ferritin વધ્યું હોય ત્યારે ઇન્જેક્શન આપી શકાય. પહેલા એક્સરે નોર્મલ હોય અને પછીથી ફેફ્સામાં Ground-glass opacity જણાય ત્યારે ઇન્જેક્શન આપી શકાય. ઉપરાંત લિમ્ફોપેનિયા સાથે એનએલઆર 3.5થી વધારે હોય ત્યારે ઇન્જેક્શન આપી શકાય છે. જોકે આ તમામ માર્ગદર્શન બાદ પણ ચિકિત્સકના અભિપ્રાય બાદ જ રેમડેસિવિર ઈંજેક્શન આપવું યોગ્ય ગણાય.


AIIMS કહે છે કે, ‘કોરોનાના જે દર્દીઓને મધ્યમથી લઇને ગંભીર અસર હોય તેમના માટે જ રેમડેસિવિર વાપરી શકાય. સામાન્ય લક્ષણોમાં રેમડેસિવિર સલાહભર્યું નથી.’