Weather Update:નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડુનું નામોનિશાન નથી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દિલ્લીમાં પણ હજુ સુધી ઠંડી દસ્ક્ત નથી દીધી. દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાયું નથી. સપ્ટેમ્બર કે ઓક્ટોબર જેવું લાગે છે. બપોરે ગરમી હોય છે, ઠંડીના કોઈ આસાર નથી. સવાર અને સાંજ થોડી ઠંડી લાગે છે, પરંતુ રાત્રે ગરમી પાછી આવે છે. પરિસ્થિતિ એવી છે કે, દિલ્હી અને નોઈડામાં ઘરોમાં રાત્રે પણ પંખા ચાલુ રહે છે. હવામાન વિભાગે આ વર્ષે તીવ્ર ઠંડીની આગાહી કરી હતી. જોકે, હજુ સુધી એવું બન્યું નથી. શનિવારે, દિલ્હીનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પારો થોડો ઘટી શકે છે.
દિલ્હી-એનસીઆરમાં ઠંડી ક્યારે પડશે?ભારત હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી કે, દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે અને 24 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનશે. બુલેટિનમાં જણાવાયું છે કે, "22 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 24 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અપેક્ષા છે."
શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે બપોરે લોકોએ ઉનાળા જેવી અકળાવી દેતી ગરમીનો અનુભવ કર્યો. જેના કારણે લોકોને રાત્રે પણ પંખા ચાલુ રાખીને સૂવાની ફરજ પડી હતી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 નવેમ્બરથી તાપમાન થોડું ઘટવાનું શરૂ થશે. રવિવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 24 નવેમ્બરે મહત્તમ તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
નિકોબાર ટાપુઓમાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ (૭-૨૦ સેમી) અને આંદામાન ટાપુઓમાં ભારે વરસાદ (૭-૧૧ સેમી) થવાની સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે જગ્યાએ જોરદાર પવન (૪૦-૫૦ કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડાની પણ સંભાવના છે." આંદામાન સમુદ્ર પર તોફાની હવામાન અને ૩૫-૪૫ કિમી પ્રતિ કલાકથી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે. બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. ઠંડીની વાત કરીએ તો હજુ આગામી સપ્તાહ સુધી કડકડતી ઠંડીના કોઇ આસાર નથી. તાપમાનનો પારો વધુ ગગડે તેવો કોઇ અનુમાન નથી.