ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી ઉંચુ છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ આજથી પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે. જોકે હાલ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, આજથી લઘુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનુ પ્રમાણ વધશે. ગુજરાતમાં નવેમ્બરના અંતથી લઘુતમ તાપમાન ઘટવા લાગે છે.
મહત્વની વાત છે કે, ચાલુ વર્ષે એક બાદ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો નથી અને ગુરૂવારે ઉતર ગુજરાત અને કચ્છના કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે. પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત પરથી વાદળો હટી જશે અને પવન ઉતર-ઉતરપૂર્વના ફૂંકાશે જેના કારણે લઘુતમ તાપમાન ઘટશે. આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા છે અને નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ છે.