ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકલો પણ ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકલો પણ ચાલી રહી છે. જો કે આ બધા જ વચ્ચે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટિલે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના ક્યા માસ અને તારીખે યોજાશે તે અંગે અટકળો તેજ થઇ ગઇ છે. ઉલ્લેખનિય છે કે, આગામી વર્ષમાં અન્ય પાંચ રાજ્યોની પણ ચૂંટણી યોજાવા જઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે મુદ્દે સ્પષ્ટતા કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યું કે,” ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી તેના નિયત સમયે એટલે કે 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે પરંતુ  ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજવાઇ તેવી શક્યતા ઓછી છે.તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ થશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની અટકલો પર  પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

ઉલ્લેખનિય છે કે, 7 નવેમ્બરે દિલ્લીમાં ભાજપ કારોબારીની બેઠક યોજાઇ હતી. આ બેઠક વિશે વાત કરતા સી. આર. પાટિલે કહ્યું હતું કે, કોરોના બાદ આ પહેલી કાર્યકારિણીની બેઠક હોવાથી કોરોનાથી મૃત્ય પામેલા નેતાને શ્રદ્ધાજલિ આપીને 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું.

કોવિડના સમયમાં   PM મોદીનું સમર્થ નેતૃત્વ અને સૌથી મોટા અને ઝડપી રસીકરણને પાર કરીને  100 કરોડના આંકડો પાર કરવા બદલ ઉપસ્થિત નેતાઓ PM મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાળીઓથી તેમના સમર્થ નેતૃત્વને વધાર્યં હતું.

નોંધનિય છે,. 7 નવેમ્બર યોજાયેલ કોરાબારીની બેઠકમાં  વર્ચ્યુઅલી ગુજરાતમાંથી  કમલમથી ગુજરાતમાંથી  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જોડાયા હતા.