વલસાડઃ વલસાડ નજીક ત્રિપલ અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે, વલસાડ જિલ્લાના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો એકબીજા સામે ટકરાતા આ ભયાનક અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ દૂર્ઘટના ભિલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર નજીક જ બની હતી. જેથી ગણતરીની મિનીટોમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલ લોકોને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.


આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકો ભિલાડ નજીકના કનાડુ ગામના રહેવાસી છે, હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. દૂર્ઘટનામાં મારનાર પતિ-પત્ની ભિલાડ નજીક કનાડુ ગામ રહેવાસી હતી. જેમનુ નામ મુકેશભાઈ છે અને તે પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા. દૂર્ઘટના સમયે મુકેશભાઇ તેમની પત્ની જોડે પરત ફરી રહ્યાં હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો, અને અકસ્માતમાં પતિ-પત્ની અને અન્ય એક વ્યક્તિનુ મોત થયુ હતુ. 


મૃત્યુ પામનાર મુકેશભાઈ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે, અને કનાડુ બેઠકના સભ્ય હતા, તેમજ ભાજપના અગ્રણી છે, મુકેશભાઇનુ મૃત્યુ થયા બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. 


Valsad : ટ્રેનમાં જ યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં મચી ગઈ ચકચાર


વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનના D-12ના કોચમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેચા ચકચાર મચી ગઈ છે. ટ્રેનમાં સફાઈ કામદારે અજાણી યુવતીને ફાસો ખાધેલી હાલતમાં જોઈ હતી. જેણે સ્ટેશન માસ્તર અને GRPને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસમાં ફોન ઉપર યુવતીની ઓળખ થઈ હતી. યુવતીનું નામ માનસી ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. 


જી.આર.પી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો પ્રમાણે, નવસારીની 18 વર્ષીય માનસી શીતપ્રશાદ ગુપ્તા વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી. માનસી 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. ગઈ કાલે માનસીએ માતાને સંસ્થાના કામથી મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. 


માનસીએ ઘરે એક દિવસ રોકાઇને પરત આવી જશે તેમ કહ્યું હતું. જોકે, બીજા દિવસે માનસીની આપઘાત કરેલી હાલતમાં ટ્રેનમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મુકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ટ્રેન મોડી રાત્રે 12:30 વાગ્યે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. આ પછી ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ માનસીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.