અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે. ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ને અભિનંદન આપ્યા હતા. તમામ મહાનગરપાલિકામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કરી ધાર્યો લક્ષ્યાંક પાર પાડયો હતો. અમદાવાદ મનપાના કુલ 48 વોર્ડની 192 બેઠકમાંથી 159 બેઠક ભાજપે કબજો કર્યો હતો જ્યારે કૉંગ્રેસના ખાતામાં 25 બેઠક આવી હતી. ઓવૈસીની પાર્ટી AIMIMને 7 બેઠક પર જીત સાથે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. સાથે જ સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ અને વડોદરામાં પણ ભાજપની શાનદાર જીત થઈ છે. આવો જોઈએ કોને કેટલી સીટ મળી.

અમદાવાદ (કુલ બેઠક : 192)

પક્ષ

2021

2015

વધારો/ઘટાડો

ભાજપ

159

142

+17

કોંગ્રેસ

25

49

-24

અન્ય

08

01

+07

સુરત (કુલ બેઠક : 120)

પક્ષ

2021

2015

વધારો/ઘટાડો

ભાજપ

93

79

+14

કોંગ્રેસ

00

36

-36

અન્ય

23

00

+23

(*2015માં કુલ 116 બેઠક હતી.)

રાજકોટ (કુલ બેઠક : 72)

પક્ષ

2021

2015

વધારો/ઘટાડો

ભાજપ

68

38

+30

કોંગ્રેસ

04

34

-30

અન્ય

00

00

00

જામનગર (કુલ બેઠક : 64)

પક્ષ

2021

2015

વધારો/ઘટાડો

ભાજપ

50

38

+12

કોંગ્રેસ

11

24

-13

અન્ય

03

04

+01

(*2015માં 66 બેઠક.)

ભાવનગર (કુલ બેઠક : 52)

પક્ષ

2021

2015

વધારો/ઘટાડો

ભાજપ

44

34

+10

કોંગ્રેસ

08

18

-10

અન્ય

00

00

00

વડોદરા (કુલ બેઠક : 76)

પક્ષ

2021

2015

વધારો/ઘટાડો

ભાજપ

69

58

+11

કોંગ્રેસ

07

14

-07

અન્ય

00

08

+08