અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સામાન્ય લોકો માટે કોરોના કાળમાં નિયંત્રણો જાહેર કરીને નિયંત્રણ મૂકાયાં છે ત્યારે રાજકારણીઓ જ આ નિયમો પાળતા નથી. આવી જ  ઘટનામાં કોરોનાકાળમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાન ભૂલ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નાના ભાઇના પુત્રના લગ્નમાં મન મૂકીને નાચ્યાં હતા.


કોંગ્રેસના ધારાસભ્યો જગદીશ ઠાકોરના નાના ભાઈ અમૃતભાઈના છોકરાના લગ્નમા નાચ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સાથે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા. આ શનિવાર એટલે કે ગઈ કાલનો વીડિયો છે. 


થોડા દિવસ અગાઉ જગદીશ ઠાકોરે પોતાના નાના ભાઇના પુત્રના લગ્નનો  સમારંભ રદ્દ કરવાની જાહેરાત કરી હતી પણ હવે લગ્નમાં કોંગ્રેસના ધારાસભ્યો નાચી રહ્યા હોય એવી વીડિયો બહાર આવ્યા છે.આ પહેલાં કલોલ તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો કાર્યક્રમ યોજાયો તેમાં પણ કોરોનાના નિયમોનો ભંગ કરાયો હતો.  કલોલમાં ઠાકોર સમાજ ભુવન ખાત મુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોની ભીડ ભેગી કરીને કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ  ઉલ્લંઘન કરાયું હતું. આ કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ નહોતું જળવાયું અને લોકો એકબીજાની સાવ નજીક બેઠા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેની બેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.






રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે પણ રાજકારણીઓ દ્વારા કરાતા કાર્યક્રમો સામે આંખ આડાન કાન કરાય છે. રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારશ્રીની SOP નો કડક અને ચુસ્ત અમલ કરવા સૂચના અપાઈ છે. અલબત્ત રાજકારણીઓ જ તેનો અમલ કરતા નથી. 


જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી


 


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


 


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ