ગાંધીનગર: હાલ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સામાન્ય રીતે કચ્છની ગણના વરસાદને મામલે કોરાધાકોર પ્રદેશમાં કરવામાં આવતી હોય છે જોકે દર સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાતો હોય છે જોકે આ વખતે કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં આ વખતે 142.57 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 74.66 ટકા વરસાદ નોંધાયો છે.
18 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 28 ઈંચ વરસાદ સાથે સિઝનનો 83.60 ટકા વરસાદ નોંધાયો છે. જોકે ગત વર્ષની સરખામણીમાં હજુ થોડો વરસાદ ઓછો છે. નોંધનીય છે કે, ગઈ સિઝનમાં 18 ઓગસ્ટ સુધીમાં 28.63 ઈંચ વરસાદ સાથે સિઝનનો 88.38 ટકા વરસાદ નોંધાયો હતો.
ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો તેની પર એક નજર કરીએ.
કચ્છમાં સૌથી વધુ 142.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 115.38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો દક્ષિણ ઝોનમાં 74.66 ટકા અને મધ્ય ગુજરાતમાં 64.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે સૌથી ઓછો ઉત્તર ઝોનમાં 60.88 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતના કયા જિલ્લામાં સિઝન કરતાં દોઢ ઘણો વધારે વરસાદ ખાબક્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 09:39 AM (IST)
ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો તેની પર એક નજર કરીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -