વરસાદનું અનુમાન કરતા જણાવ્યું હતું કે, 12થી 15 જુનની વચ્ચે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. જામનગર જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થશે જ્યારે રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર ડેમ પણ આ વખતે ભરાશે. તેમજ આદ્રા નક્ષત્રમાં વાવણી થશે તથા અતિવૃષ્ટિ પણ થશે. હાથિયો ખૂબ સારી રીતે વરસશે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની કંઈ જરૂર નથી.
જૂનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં એકી સાથે ખેડુતો વાવણી કરી શકશે. તેમજ જુલાઈમાં અતિવૃષ્ટિ થશે. જેથી તમામ આગાહીકારોના મંતવ્ય લઈ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કાઢેલા તારણ મુજબ 50% આગાહીકારો કહે છે કે વર્ષ ખૂબ સારું રહેશે.