આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે બનાસકાંઠા, જામનગર, નવસારી અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. અમરેલી, ભાવનગર, મહિસાગર અને પાટણમાં 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 463 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.94 ટકા છે. રાજ્યના અત્યાર સુધીમાં કુલ 2,12,737 વ્યક્તિનું રસીકરણ થયું છે.