ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી તરીકે જિલ્લાઓની ફાળવણ કરી છે. આ ફાળવણીમાં સૌથી મહત્વની ફાળવણી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના જિલ્લામાં કરાઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે પાટિલની નજીકના કોઈ મંત્રીની નિમણૂકની અપેક્ષા હતી. તેના બદલે વાઘાણીને પ્રબારી બનાવાતાં આશ્ચર્ય સર્જાયું છે.
રાજ્યના ક્યા જિલ્લામાં ક્યા મંત્રીને પ્રભારી બનાવાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.
રાજેન્દ્ર ત્રિવેદી - અમદાવાદ અને ખેડાજીતુ વાઘાણી - નવસારી અને સુરતઋષિકેશ પટેલ - ગીરસોમનાથ અને જૂનાગઢપૂર્ણેશ મોદી - રાજકોટ અને મોરબીરાઘવજી પટેલ - ભાવનગર અને બોટાદકનુ દેસાઈ - જામનગર અને દેવભુમિ દ્વારકાકિરિટસિંહ રાણા - બનાસકાંઠા અને પાટણનરેશ પટેલ - વડોદરા અને છોટાઉદેપુરપ્રદિપ પરમાર - સાબરકાંઠા અને અરવલ્લીઅર્જૂનસિંહ ચૌહાણ - મહેસાણાહર્ષ સંઘવી - ગાંધીનગરજગદીશ પંચાલ - નર્મદાબ્રિજેશ મેરજા - અમરેલીજીતુ ચૌધરી - દાહોદમનીષા વકિલ - મહિસાગરમુકેશ પટેલ - ભરૂચનિમીષા સુથાર - ડાંગઅરવિંદ રૈયાણી - કચ્છકુબેર ડીંડોર - તાપીકિર્તીસિંહ વાઘેલા - વલસાડગજેન્દ્રસિંહ પરમાર - આણંદરાઘવભાઈ મકવાણા - પોરબંદરવિનોદ મોરડીયા - પંચમહાલદેવા માલમ – સુરેન્દ્રનગર
આજથી ગુજરાત વિધાસભાનું બે દિવસનું ચોમાસું સત્ર શરૂ
વિધાનસભાના ટુંકા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમા શહેરી વિકાસ, મહેસુલ, પાણી પુરવઠા, વાહન વ્યવહાર, કૃષિ, રોજગાર અને ગૃહ વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ દિવંગત 19 સભ્યોને શ્રધ્ધાંજલી અપાશે. અલગ અલગ બોર્ડ નિગમના અહેવાલો મેજ પર મુકાશેય ત્યાર બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટેની ચુંટણી યોજાશે. ભાજપ તરફથી જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસથી અનિલ જોશીયારાએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. છેલ્લે સરકારી વિધેયકો ગૃહમાં રજુ થશે.