ગુજરાત(Gujarat)માં મુખ્યમંત્રીના સંભવિત ચહેરાઓમાં સૌથી મોટું નામ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું (Mansukh Mandaviya)નું માનવામાં આવ છે. તેઓ  લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને હાલ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલનું (Prafful Patel) નામ પણ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે ચર્ચામાં છે. 


પ્રફુલ ખોડાભાઈ પટેલ 2007 થી 2012 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યાં હતા. ગુજરાતમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે કામ કર્યું છે. પ્રફુલ પટેલના પિતા સંઘના મોટા કાર્યકર રહ્યા છે.  પ્રફુલ ખોડાભાઇ પટેલ હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક  છે. પ્રફુલ પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ગુજરાતની હિંમતનગર વિધાનસભાની વર્ષ 2007ની ચૂંટણી જીતીને કરી હતી.પ્રફુલ પટેલના પિતા ખોડાભાઈ રણછોડભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નેતા હતા.



વર્ષ 2014 માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી પીએમ મોદીએ 2016 માં પ્રફુલ પટલેને દમણ અને દીવના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા અને ત્યારબાદ થોડા સમય બાદ દાદરા અને નગર હવેલીના વહીવટદાર પણ નિયુક્ત કર્યા છે. તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ઇતિહાસમાં રાજકીય રીતે નિયુક્ત વહીવટકર્તાઓમાં પ્રફુલ પટેલ પ્રથમ હતા.


જ્યારે 26 જાન્યુઆરી 2020 ના રોજ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વિલીનીકરણ બાદ તેઓ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નવા રચિત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઉદઘાટન પ્રશાસક બન્યા.


જ્યારે તેમને લક્ષદ્વીપના વહીવટકર્તા દિનેશ્વર શર્માના અવસાન બાદ 5 ડિસેમ્બર 2020 થી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના વહીવટદાર તરીકે વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી વિજય રુપાણીએ આપ્યું રાજીનામું


વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.  રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.