જોકે હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડી પડે તેવી શક્યતાઓ નહીંવત જોવા મળી રહી છે. ડીસેમ્બરના પહેલા સપ્તાહથી ઠંડીનું જોર વધશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે વાતાવરણ સ્વચ્છ થઈ ચૂક્યું છે ત્યારે શિયાળો પણ દસ્તક કરી રહ્યો છે. હજુ ગુજરાતમાં સામાન્ય ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની હવામાન ખાતાની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જે રીતે ચોમાસુ લાંબુ ચાલ્યું હતું તે જ રીતે શિયાળો પણ લાંબો ચાલે તેવી હવામાન વિભાગ અગાઉ કહી ચૂક્યું છે. ડીસેમ્બરથી ઠંડી તેની રફ્તાર પકડશે જે છેક ફેબ્રુઆરી સુધી ચાલી શકે છે.