ગીર સોમનાથઃ રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ગીર સોમનાથનાં ઉનાના પાલડી પાસે એક વૃદ્ધા પર આખલાએ હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. કરમણ બેન બાબરીયા પર આખલાએ હુમલો કર્યો હતો. આખલાએ મહિલાના પેટમાં શિંગડાના એક પછી એક ઘા મારતા મહિલાનું નિધન થયું હતું. આખલાએ વૃદ્ધાને પેટમાં શિંગડા મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેતાં ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આખરે સાંઢને કાબૂમાં લેવા ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.
જૂનાગઢમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં એક મહિલા પર રખડતા ઢોરે એ હુમલો કર્યાનો વીડિયો વાઇરલ થયો હતો. શહેરની વિવિધ સંસ્થાઓ અને વિપક્ષે પણ આ મામલે તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆતો કરી છે છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે શહેર મનપા પ્રશાસન ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે.
વડોદરામાં ફરી એકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. વડોદરાના કપુરાઈ ચોકડી વિસ્તારમાં હાઇવે પર અચાનક ભેંસ આવી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક ભેંસ રસ્તા પર આવી જતા હાઈવે પર પૂરઝડપે પસાર થતા વાહનચાલકોએ ઓચિંતા બ્રેક મારવાની ફરજ પડી.. જેના કારણે પાછળથી આવેલો બાઈકસવાર કાર પાછળ ઘૂસી ગયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. પશુ માલિકો ભેંસોને રેઢી મૂકી દેતા દરરોજ અકસ્માત સર્જાય છે. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત