લૂણાવાડાઃ મહિસાગરના લૂણાવાડામાં એક શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિની પર બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાળાની હોસ્ટેલમાં રહેતી 14 વર્ષીય સગીરા પર શાળાના જ વોચમેને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના અંગે સગીરાએ પોતાના પરિવારજનોને જાણ કરતા સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના 15 ઓક્ટોબરે બની હતી. હાલમાં પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે શાળાના વોચમેનને પકડવાની તજવીજ હાથ ધરી છે.